મોરબીની વાવડી ચોકડીએથી ચોરાઉ છકડો રીક્ષા સાથે બે ઝડપાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોને ચોરાઉ છકડો રીક્ષા સાથે ઝડપી લઈ રૂ.50 હજારની રિક્ષા કબ્જે કરી વણ ઉકેલાયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં છકડો રિક્ષા લઈને નીકળેલા આરોપી જીતેશ સવાભાઈ દેલવાણીયા અને મુકેશ ભલાભાઈ દેલવાણીયા નામના શખ્સને ઝડપી લઈ પોકેટ કેપ એપ મારફતે રીક્ષાની ડિટેઇલ ચેક કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ રીક્ષા ચોરીના બનાવનો ભેદ ખુલતા રૂ.50 હજારની રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીએસઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચિયા, એએસઆઈ રાજદીપસિંહ પ્રતાપસિંહ, જયપાલસિંહ અજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ, કિશોરભાઈ મેણંદભાઈ, ચકુભાઈ કરોતરા, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ, સિધ્ધરાજસિંહ જાડેજા,સિધ્ધરાજભાઈ કાનજીભાઈ,હિતેશભાઈ ચાવડા, તેજાભાઈ ગરચર તથા અરજણભાઈ મેહુરભાઈ દ્વારા કરવામાં આવી હતી.

- text