મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના સદસ્યતા અભિયાનને જબ્બર પ્રતિસાદ

- text


મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા માતૃશક્તિ બહેનો પણ મોટી સંખ્યામાં સદસ્યતા અભિયાનમાં જોડાઈ

સદસ્યતાની સાથે સાથે શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા પ્રકાશિત પુસ્તક યોગાસન માર્ગદર્શિકા પુસ્તક પણ અર્પણ કરાયું

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ મોરબી જિલ્લામાં કાર્યકર્તા સદસત્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

અનેક પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવી છે ત્યારે સંગઠન સતત વેગવંતું બની રહે એવા હેતુ સાથે મહાસંઘને મજબૂત બનાવવાના હેતુસર વાંકાનેર તાલુકા ડો. લાભુબેન કારાવદરા મહિલા ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ક્રિષ્નાબેન કાસુન્દ્રા, પોપટભાઈ ઉતેળીયા, કૌશિકભાઈ સોની, નિરવભાઈ બાવરવા વગેરે તેમજ હળવદ ખાતે તાલુકા અધ્યક્ષ વસુદેવભાઈ ભોરણીયા, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા, હિતેશભાઈ જાદવ, મોરબીમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ ટંકારામાં ડાયાલાલ બારૈયા અધ્યક્ષ રસિકભાઈ ભાગ્યા મંત્રી વગેરેએ સી.એલ.મૂકી સંગઠનના વિસ્તાર અને પ્રસાર કરવા માટે સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનને શિક્ષકો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને 100 % શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાઈ રહ્યા છે.

- text

- text