આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા ત્રિદિવસીય યોગા શિબિર યોજાઈ 

- text


મોરબી : આર્ટ ઓફ લિવિગ મોરબી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા સ્પેશ્યિલ ત્રિ દિવસીય રેસિડેન્સીયલ કોર્ષ યોગા લેવલ-2નું આયોજન સિનિયર ટીચર ભારતીબેન કાથરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કોર્ષમાં આર્ટ ઓફ લિવિંગના ઈન્ટરનેશનલ અને સિનિયર ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, આસન અને પ્રાણાયામ પતંજલિ યોગ સૂત્રમાં દર્શાવેલી નેચરલ પદ્ધતિથી શરીર અને મનને ડીટોક્સ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરના વિઝન, સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે ડિઝાઈન કરાયેલા યોગા લેવલ-2નો લાભ મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, બિલ્ડરો, ડોક્ટરો, એન્જિનિયરો અને અનેક ગૃહિણીઓએ મળીને 100થી વધુ લોકોએ લઈ ઈતિહાસ રચ્યો હતો.

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા 12 વર્ષ પહેલા યોગા લેવલ-2 કોર્ષ લોન્ચ કરાયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી ઐતિહાસિક સંખ્યા સાથે મોરબી વાસીઓએ ગર્વ લઈ શકાય તેમ 102 લોકોએ ભાગ લઈ કોર્ષ પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રને સફળ બનાવવા ડો. હર્ષાબેન મોર, ભરતભાઈ કામરીયા, દિવ્યેશભાઈ સવસાણી, સંતોષભાઈ વીડજા, દિલીપભાઈ મોર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

- text