નવયુગ કોલેજમાં 1000 જેટલા રોપાનું તેમજ 500 પુસ્તકોનું વિનામુલ્યે વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીની નવયુગ કોલેજ ખાતે મધુરમ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. મધુસુદન પારેખ, મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તેમજ જીજ્ઞેશભાઈ કાલરિયા હાજર રહી અંદાજે 450 વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરૂપણ કરી, આગામી સમયમાં શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લોકભારતી વિદ્યાપીઠના પૂર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠક્કર લિખિત પુસ્તક જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ ની 500 નકલોનું કોલેજના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 1000 ફળાઉ વૃક્ષોના રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

- text

- text