મોરબી નગરપાલિકાને વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર મળ્યા

- text


જુના એસઆઈને માળિયાનો પણ ચાર્જ સોપાયો 

મોરબી : મોરબી નગરપાલિકાને વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર આપવામાં આવ્યા છે. જ્યારે જુના સેનેટરી ઇન્સ્પેક્ટરને મોરબી ઉપરાંત માળિયાનો પણ ચાર્જ સોપાયો છે.

- text

મોરબી નગરપાલિકાને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન તરફથી વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર આપવામાં આવ્યા છે. કાલાવડ નગરપાલિકામાં ફરજ બજાવતા કૌશિકભાઈ જે. મોકાણાની મોરબી નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. બીજી તરફ જુના એસઆઈ કૃષ્ણસિંહ જાડેજાને મોરબી ઉપરાંત માળિયાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મોરબી નગરપાલિકામાં હવે બે એસઆઈ થતા સ્વચ્છતા સહિતના કામોમાં કેવી અસર થાય છે એ આગામી દિવસોમાં જોવા મળશે.

- text