હજુ નિર્ણય નથી લેવાયો ! મોરબીને મહાનગરનો દરજ્જો આપવા મુદ્દે સરકારની સ્પષ્ટતા 

- text


ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દિવાળી સુધીમાં નિર્ણય લેવાય તેવી શકયતા

મોરબી : મોરબી સહિતની પાંચ નગરપાલિકાઓને અપગ્રેડ કરી મહાનગરનો દરજ્જો આપવાની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લીલીઝંડી આપવાના સમાચારો અંગે સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે સ્પષ્ટતા કરી હજુ આવો કોઈ નિર્ણય ન લેવાયો હોવાનું સ્પષ્ટ કર્યું છે.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે તેવા જે સમાચારો મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી.

- text

વધુમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી. આ સંજોગોમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ આગામી દિવાળીના તહેવાર સુધીમાં મોરબી સહિત પાંચ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં નિર્ણય લેવાઈ શકે છે.

- text