મોરબીમાં ઘૂંટણ તથા થાપાના નિષ્ણાંત સર્જન શનિવારે મોરબીમાં, નિદાન કેમ્પનું આયોજન

 

6 હજારથી વધુ સફળ સર્જરી કરનાર સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો.રૂપેશ મહેતા મિનિમલ ઈન્વેઝીવ સર્જરીના પણ માસ્ટર : એક દિવસ માટે તેમની સેવા ઘરઆંગણે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘૂંટણ તથા થાપાની સમસ્યા માટે હવે મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નહીં રહે. કારણકે આગામી શનિવારે મોરબીમાં સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડો. રૂપેશ મહેતા દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત સિનિયર કન્સલ્ટન્ટ – જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડો. રૂપેશ મહેતા MS (ઓર્થો), FIAS (USA) દ્વારા મોરબીમાં સરદારનગરમાં ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે સવસાર પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તા.1 જુલાઈને શનિવરના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં થાપા અને ઘૂંટણની સમસ્યા ધરાવતા દર્દીઓનું માત્ર રૂ. 400નો કન્સલ્ટીંગ ચાર્જ લઈને સચોટ નિદાન કરવામાં આવશે.

ડો. રૂપેશ મહેતા વિખ્યાત કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ઓર્થો ટ્રોમા સર્જન છે. તેઓ ગોઠણમાં સાંધાઓમાં દુઃખાવો થવો, ગોઠણના સાંધાઓમાં સોજો રહેવો, ઉભડક બેસવામાં અને પલાઠી વાળીને બેસવામાં તકલીફ થવી, થાપાના ગોળાની નસ સુકાઈ ગઈ હોય, બેસવા-ઉઠવામાં કે ચાલવામાં તકલીફ થવી, પગ વાંકા વળી જવા સહિતની સમસ્યાના નિષ્ણાંત છે.

વર્ષ 2002માં તેમણે જામનગરની પ્રખ્યાત એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતેથી એમ.બી.બી.એસ અને એમ.એસ (ઓર્થોપેડિક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત વિશ્વસ્તરે નામાંકિત હોસ્પિટલ ફોર સ્પેશિયલ સર્જરી-HSS અમેરિકા અને સિંગાપોર જનરલ હોસ્પિટલ ખાતેથી જોઈન્ટ સર્જરીમાં ફેલોશીપ પણ મેળવી છે.

ડૉ. રૂપેશ મહેતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં 16 વર્ષનો ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં તેઓએ 6000થી વધારે ઓર્થો ટ્રોમા કેર અને રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની સર્જરી કરી છે. તેઓ મિનિમલ ઈન્વેઝીવ સર્જરીના નિષ્ણાંત છે. આ સર્જરીમાં ઓછા વાઢ-કાપથી ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન બાદ નહિવત દુઃખાવો થાય છે. ઓપરેશન પછી કસરતની જરૂર રહેતી નથી. પલાઠી વાળીને બેસી શકાય છે અને હોસ્પિટલ રોકાણ પણ ઓછું થાય છે. સાથે પગથિયાં ચડી-ઉતરી શકાય છે. આમ આ અદ્યતન સર્જરીના અનેક ફાયદા છે.

તા.1 જુલાઇ, શનિવાર
સાંજે 5 થી 7 વાગ્યા સુધી
સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર
રજીસ્ટ્રેશન નં. 9574000695