મોરબી એસઓજીએ MD ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને દબોચ્યા

- text


વાકાનેર હાઇવે ઉપર એસઓજીનું સફળ ઓપરેશન, હાલ કાર્યવાહી ચાલુ

વાંકાનેર : મોરબી એસઓજી ટીમે વાંકાનેર હાઇવે ઉપરથી બે શખ્સોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે પૂછપરછનો દૌર ચાલી રહ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસઓજી ટીમે વાંકાનેર હાઇવે ઉપર પાનેલી જવાના રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવીને લાખોની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. હાલ આ બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઈ છે. ઉપરાંત મુદ્દામાલ કબજે કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં એસઓજી દ્વારા બન્ને શખ્સોની ઓળખ અને એમડી ડ્રગ્સનો કેટલો જથ્થો છે તે જાહેર કરવામાં આવશે.

- text

- text