મહેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને રહીશોના કલેક્ટર અને જિ.પં.કચેરીએ ધામા 

- text


રહીશોએ સવારે ગ્રામ પંચાયતમાં રજુઆત કર્યા બાદ કલેક્ટર અને ડીડીઓ સમક્ષ ઉગ્ર રજુઆત કરતા તંત્રએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામની સોસાયટીમાં પાણીના ધાંધિયા મામલે રહીશોના ટોળાએ ગ્રામ પંચાયત કચેરીએ મોરચો માંડ્યો હતો અને રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ગ્રામ પંચાયત સમક્ષ 20 દિવસથી પાણી ન આવતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ઉગ્ર રજુઆત કરી હતી. ગ્રામ પંચાયતમાં યોગ્ય જવાબ ન મળતા રહીશોના ટોળાએ જિલ્લા પંચાયત ખાતે ઘસી જઈને ડીડીઓ અને કલેક્ટર સમક્ષ પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી.

મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરના રહીશો આજે પાણી પ્રશ્ને રજુઆત કરવા ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયા હતા અને ગ્રામ પંચાયત સમક્ષ રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ઉગ્ર રજૂઆત કરી હતી કે, પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાવરની 2થી અઢી હજાર અને વસ્તી છે. પરંતુ આ સોસાયટીમાં 20 દિવસથી પાણી આવતું નથી. આથી પાણી માટે ભારે વલખા મારવા પડે છે.જો કે અગાઉ પાણી નિયમિતપણે આવતું પણ હવે છેલ્લા 20 દિવસથી પાણી આવતું ન હોય ભારે હાડમારી વેઠવી પડે છે. આ પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી રહીશોને ખુદ ગ્રામ પંચાયતમાં મોરચો માંડવાની ફરજ પડી હોવાનું જણાવી તેમની સોસાયટીમાં 24 કલાકમાં પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી. જો કે ગ્રામ પંચાયતમાં યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા રહીશોના ટોળાએ જિલ્લા પંચાયત ખાતે દોડી જઈને ડીડીઓ તેમજ કલેક્ટર સમક્ષ પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી. આથી તંત્રએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

- text

- text