માળીયા ફાટક, મહેન્દ્રનગર ચોકડી, પીપળી રોડ સહિતના વિસ્તારના ટ્રાફિક જામ

- text


એકાદ કલાકથી ટ્રાફિકના ઠપ્પા લાગી જતા વાહન ચાલકો અકળાયા

મોરબી : મોરબી શહેરમાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યા બાદ સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક, મહેન્દ્રનગર ચોકડી તેમજ પીપળી રોડ સાહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થતા વાહનચાલકો અકળાઈ ઉઠયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી શહેરમાં બપોરના બેએક વાગ્યાના અરસામાં ધાધમાર વરસાદ વરસ્યા બાદ સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી, માળીયા ફાટક, મહેન્દ્રનગર ચોકડી, ભરતનગર અને પીપળી સુધી વાહનોના થપ્પા લાગી જતા ભારે ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો ફસાઈ જતા અકળાઈ ઉઠ્યા હતા.

- text

- text