પતિએ પત્નીને પિયર જવાની ના પાડી લાફા ઝીકી લીધા, સાસુએ ઢીકા માર્યા

- text


મોરબીના પાનેલી ગામે પરિણીતાને પતિ, સાસુ અને મોટા સાસુનો ત્રાસ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : મોરબીના પાનેલી ગામે ગામમાં જ પિયર અને સાસરું ધરાવતા પરિણીતાને પતિએ પિયર જવાની ના પાડી નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી લાફા ઝીકી દઈ સાસુ અને મોટા સાસુએ ઢીકા મારી લેતા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા વૈશાલીબેન રાજેશભાઇ ડાભીએ પતિ રાજેશભાઇ નારણભાઇ ડાભી, સાસુ ગુલાબબેન નારણભાઇ ડાભી અને મોટા સાસુ અંબાબેન મોહનભાઇ ડાભી વિરુદ્ધ ઘરકામ બાબતે મેણા ટોણા મારી પતિએ માવતરે જવાની ના પાડી લાફા ઝીકી દેવાની સાથે સાસુએ ઢીકા મારી મોટા સાસુએ માનસિક ત્રાસ આપતા હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text