મોરબી : જેતપર (મચ્છુ) હાઈસ્કૂલમાં ચેકઅપ કેમ્પ અને કેન્સર જાગૃતિ કેમ્પ યોજાયો

- text


મોરબી : આજે તારીખ 21 જૂન ને બુધવારના રોજ જેતપર (મચ્છુ)ની સી.એમ. જાકાસણીયા હાઈસ્કૂલ ખાતે કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, રાજકોટ અને બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં કેન્સર જાગૃતિ આવે તે માટે ઉપરોક્ત સંસ્થામાંથી આવેલ બહેનો એ તમામ બાળકોને કેન્સર એટલે શું ? તેના પ્રકાર, થવાના કારણો અને અટકાવવાના ઉપાયોનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બી.ટી. સવાણી હોસ્પિટલ, રાજકોટની ટીમ દ્વારા કિડની વિષે, શરીરમાં કિડનીની કામગીરી વિષે અને હિમોગ્લોબીન વિષે સવિસ્તૃત માહિતી આપી હતી અને સ્કૂલના તમામ 185 વિદ્યાર્થીઓનો હિમોગ્લોબીન ટેસ્ટ કરી આપવામાં આવ્યો હતો ફોલિક એસિડની દવા પણ આપવામાં આવી હતી.

- text

આ કેમ્પમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના શાંતિભાઈ ફળદુ અને કિશોરભાઈ કુંડારિયાએ સહયોગ આપ્યો હતો. ઉપરાંત વિજયભાઈ અનડકટ (ભૂતપૂર્વ પ્રોફેસર, એલ.ઈ. કોલેજ, મોરબી) અનેએનબી શીરવીભાઈ (અગ્રણી ઉદ્યોગપતિ અને નિવૃત શિક્ષક) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી.. આ કેમ્પમાં આવેલ કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, રાજકોટ અને બી ટી સવાણી કીડની હોસ્પિટલ, રાજકોટની 6 બહેનો અને ઉપરોક્ત મહાનુભાવોનો સ્કૂલના આચાર્ય એસ.એ. જાવિયા આભાર વ્યક્ત કર્યો હતો.

- text