ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી ટેક્સ ચોરી કરનાર મોરબીના પેઢી વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથક તેમજ તાલુકા પોલીસ મથકમાં અલગ અલગ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમા ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી ખોટા રિટર્ન ભરી રદ થયેલ પેઢીઓના નામના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરનાર મોરબીની જુદી જુદી પેઢીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક તેમજ તાલુકા પોલીસ મથકમાં સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા બે અલગ અલગ ફરિયાદ નોંધાવવામા આવી છે.

પ્રથમ ફરિયાદમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીના અધિકારી સ્મિત જ્યેન્દ્રકુમાર પટેલે વિશાલ એન્ટરપ્રાઇઝના માલિક રફીક રજાકભાઈ માંડવિયા રહે.કુબેરનાથ રોડ મોરબી તેમજ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઈ રજાકભાઈ માંડવિયા રહે. કુબેરનાથ રોડ વાળા વિરુદ્ધ વર્ષ 2006 -07 તેમજ વર્ષ 2007 – 08મા ખોટા રિટર્ન ભરી ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી રૂપિયા 1,06,48033 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે નહિ ભરતા તેમજ આરોપી ગફારભાઈએ વર્ષ 2006 -07 તેમજ વર્ષ 2007 – 08 અને 2008 – 09મા ખોટા રિટર્ન ભરી ખોટી ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરી રૂપિયા 1,77,87,900 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે નહિ ભરી રદ થયેલી પેઢીના નામે ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

એ જ રીતે સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીના અધિકારી પૂજાબેન ચંદુલાલ વૈશ્નાણીએ રફાળેશ્વરમા વિક્રમ એલોય નામની પેઢી ધરાવતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયા, ગફારભાઈ રજાકભાઈ માંડવિયા અને તૌફિક રજાકભાઈ માંડવિયાએ વર્ષ 2006 – 07, 2007 -08 અને 2008 – 09માં કુલ રૂપિયા 1,43,84,404 રૂપિયા 18 ટકા વ્યાજ સાથે રદ થયેલી પેઢીઓના નામે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text