ફુડ પેકેટ તૈયાર કરી રહેલા યુવાનો પર કાચ તુટી પડ્યો : પાંચને ઇજા

- text


ટીકર (રણ) ગામની ચોકડીએ બની ઘટના : બનાવને પગલે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હળવદ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા

હળવદ : વાવાઝોડાને પગલે અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ તૈયાર કરી રહેલા હળવદ તાલુકાના ટીકર ગામના યુવાનો પર કાચ પડતા પાંચ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના ટીકર ગામની ચોકડી પર બંધ પડેલા વિજયભાઈ પટેલના એસાર પંપ ના રૂમમાં યુવાનો ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યા હતા ત્યારે રૂમનો કાચ તૂટી પડતા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,ટીકરના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલ,અજીતગઢના સરપંચ રજનીભાઈ પટેલ,ભરતભાઈ કોળી,વિક્રમભાઈ આહિર સહિત પાંચ સેવાભાવી યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને પ્રથમ ટીકર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.

બીજી તરફ બનાવને પગલે હળવદ મામલતદાર ચિંતનભાઈ આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, અમિતભાઈ રાવલ સહિતનાઓ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા

- text

- text