ભારે પવનની વચ્ચે પણ જલારામ મંદિરના આગેવાનોએ સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

- text


મોરબી : બિપરજોય વાવાઝોડાના કહેર વચ્ચે મોરબીના જિલ્લાના પ્રભાવિત વિસ્તારના સ્થળાંતરિત લોકો માટે બંને ટાઈમના ભોજનની વ્યવસ્થા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કરવામાં આવી હતી.

મોરબીના જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઇ ઘેલાણીની આગેવાનીમાં ભારે પવન અને ભારે વરસાદના કહેર વચ્ચે પણ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલું રાખવામાં આવ્યો છે. જેમાં ચાલું વાવાઝોડાં વચ્ચે વર્ષામેડી, ક્રિષ્ના હોલ, જુમા વાડી, ઝુંપડપટ્ટી, મેઘાણી સ્કુલ, યોગી સ્કુલ, વજેપરવાડી પ્રાથમિક શાળા, ન્યુ રેલવે કોલોની, પરશુરામ ધામના સ્થળાંતરિત લોકોને હજારો ફૂડ પેકેટનું વિતરણ કરી ભરપેટ ભોજન પીરસી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.

આ કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, નૈમિષભાઈ પંડિત, નિખિલભાઈ છગાણી, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, પિયુશભાઈ છગાણી, માવજીભાઈ કણજારીયા, કાનજીભાઈ નકુમ, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીત ના આગેવાનો જોડાયા હતા. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યું હતું.

- text

- text