ભારે પવનમાં આમરણની ખાનગી શાળાના પતરા ઉડયા

- text


બીજા માળે બનાવેલ રૂમના પતરા ઉડ્યા બાદ અંદરની સિલિંગમાં ધરાશયી

મોરબી : વાવાઝોડા બિપરજોયની અસર તળે મોરબી જિલ્લામાં ફૂંકાઈ રહેલા ભારે પવનને કારણે દરિયાકાંઠા નજીક આવેલ મોરબી તાલુકાના આમરણ ગામની ખાનગી શાળાના બીજા માળના પતરા ઉડી જતા વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામમાં આજે બપોર બાદ ભારે પવન ફૂંકાતા અહીંની એસવીએસ નામની ખાનગી શાળાના બીજા મળે બનવવામાં આવેલા ક્લાસરૂમના પતરા ઉડી ગયા હતા સાથે જ કલરૂમમાં અંદર બનાવવામાં આવેલ સીલિંગ પણ ધરાશયી થઈ હોવાની વિગતો સાંપડી રહી છે.

- text

- text