આમરણમાં વૃક્ષ પડવાથી બ્લોક થયેલ રોડ ખુલ્લો કરાવતી પોલીસ ટિમ

- text


 

મોરબી : બિપરજોય વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં વરતાઈ રહી છે વરસાદ અને ભારે પવનના કારણે ક્યાંક વીજપોલ તો ક્યાંક ઝાડ ધરાશાયી થઈ રહ્યા છે. તંત્રની પૂર્વ તૈયારીના કારણે કોઈ સમસ્યા ઉદભવે કે તરત જ તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આમરણ થી જામનગર રોડ ઉપર ભારે ઝાડ ધરાશાહી થયું હતું જેના કારણે રોડ બંધ થઈ ગયો હતો. પરંતુ મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા, સર્કલ ઓફિસર સંજય બારૈયા, માર્ગ અને મકાન વિભાગ એસ.ઓ. કોરડીયા અને મોરબી મામતદાર ઓફિસ ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ૧૦ મિનિટમાં જ અદ્યતન સાધન સામગ્રી સાથે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો વાહન વ્યવહાર માટે ખાલી કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

- text

 

- text