મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો

- text


મોરબી : મોરબીના જુના સાદુળકા ગામે આવેલ મચ્છુ-3 ડેમ રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે. હાલ 208 ક્યુસેક પાણીની આવક થતા ડેમનો 1 દરવાજો 0.25 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે મોરબી તાલુકાના ગોર ખીજડિયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર, અમરનગર, નારણકા, ગુગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા અને માળિયા તાલુકાના દેરાળા, મહેન્ડ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળિયા, હરિપર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

- text

 

- text