ટંકારાના હરિપર ગામે લીમડે લટકી શ્રમિક યુવાનનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલ એશિયા પોલીપેક કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિકાસ મહંથીભાઈ ચૌધરી ઉ.18 નામના યુવાને અગમ્ય કારણોસર લીમડાના ઝાડ સાથે ખાટલાની સુતરની પાટી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text