મોરબીમાં રૂ.૧૩.૨૪ લાખની ચોરી કરનાર નેપાળી ચોકીદાર પાંચ દિવસના રિમાન્ડ ઉપર 

- text


નેપાળી ચોકીદારની પત્નીને જેલહવાલે કરાઇ

મોરબી : મોરબી શહેરમા વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટના રહેણાંક ફલેટમાથી નેપાળી દંપતી કરેલી ચોરીનો ભેદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો હતો. પ્રસંગમાં ગયેલા પરિવારના રેઢા ઘરમાંથી મોટો દલ્લો ઉસેડીને મહારાષ્ટ્ર ભાગી ગયેલા ચોકીદાર નેપાળી દંપતીને મોરબી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લીધું હતું અને આજે આરોપી નેપાળી ચોકીદારને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમા આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧માં રહેતા કમલેશભાઇ નરશીભાઇ હુલાણી પોતાના પરિવાર સાથે પ્રસંગમાં બહારગામ ગયા હોય પાછળથી તેમના બંધ ફ્લેટમાંથી ગઇ તા.૨૩ એપ્રિલના રોજ એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા નેપાળી દંપતિ અને અન્ય એક શખ્સ મળી ત્રણેય જણાએ ફ્લેટની વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦ની ચોરી કરી નાસી ગયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી નેપાળી દંપતિ રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક અને શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ વિશ્વકર્મા બીકને મહારાષ્ટ્રથી ઝડપી લીધા હતા અને આજે આરોપી નેપાળી ચોકીદારને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.15 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે પત્નીને જેલહવાલે કરાઈ છે.

- text

- text