ટંકારામા પંચ રોજકામમાં એક લાખનો વહીવટ કરનાર મહેશ ગોપાણી ઝડપાયો

- text


ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીકથી ઝડપી લીધો

ટંકારા : ટંકારામા સાથણીની જમીનનું પંચ રોજકામ સરકારી કચેરીમાં ઉપલબ્ધ ન હોવાના તંત્રના બહાના વચ્ચે કલ્યાણપર ગામના વહીવટદાર મહેશ ગોપાણીએ મજબુર અરજદારને એક લાખ રૂપિયામાં પંચ રોજકામની કોપી આપતા મામલો ગરમાયો હતો અને આ મામલે વિધિવત ગુન્હો દાખલ થયા બાદ નાસતા ફરતા દલાલને પોલીસે ટંકારાની લતીપર ચોકડી નજીકથી દબોચી લેતા હવે દલાલના સરકારી સાગરીતોના નામ ઉપરથી પરદો ઉચકાય તેવા સંકેતો મળી રહ્યા છે.

સરકારી કચેરીમાં રેશનકાર્ડ હોય કે આધાર કાર્ડ હોય કે પછી અન્ય કોઈ ખરીનકલ મેળવવા માટેના કામ હોય તો સામાન્ય અરજદારોના કામ થતા નથી અને વહીવટ આપો તો જ કામ થાય તેવી સરકારી કચેરીઓની સામાન્ય છાપ વચ્ચે ટંકારા તાલુકામાં સાથણીની જમીનના કબજા સોંપણી પંચ રોજકામની એક અરજદારને જરૂર પડતા ટંકારા મામલતદાર કચેરીમાં રેકર્ડ ઉપલબ્ધ ન હોવાની રેકર્ડ વાગી હતી.

- text

બીજી તરફ આ અરજદારને સરકારી બાબુના દલાલ મહેશ અવચર ગોપાણીએ સંપર્ક સાધી એક લાખ રૂપિયાના પંચરોજકામ આપવા નક્કી કરતા સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડતા આ મામેલ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

બીજી તરફ ફરિયાદ નોંધાયા બાદ આ મહેશ અવચર ગોપાણી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જો કે, ટંકારા પોલીસે બાતમીને આધારે આ દલાલને ખીજડિયા ચોકડી નજીકથી દબોચી લઈ વિધિવત ધરપકડ કરી છે ત્યારે હવે આ દલાલના કાળા કારનામામા કોણ કોણ ભાગીદાર છે તે સહિતની બાબતો ઉપરથી પરદો હટે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text