મોરબીમાં રવિવારે બહેનો માટે ન્યુટ્રીશન અંગેનો નિઃશુલ્ક માર્ગદર્શન કેમ્પ

 

મેટાબોલીક ન્યુટ્રીશન દ્વારા આહાર વડે બહેનોને સ્વસ્થતા અપાવવાના હેતુથી કેમ્પનું આયોજન : 13 વર્ષથી લઈ 50 વર્ષ સુધીના બહેનો લઈ શકશે ભાગ

ઓબેસિટી એન્ડ વેઇટલોસ, હેલ્ધી પ્રેગ્નન્સી, પીસીઓડી, હોર્મોનલ ચેન્જ, ટીનએજ પ્રોબ્લેમ, મેનોપોઝ સહિતની સમસ્યાઓમાં કેવો આહાર લેવો તે અંગે પ્રખ્યાત ડાયેટિશિયન ડો. પૂજા કગથરા આપશે માર્ગદર્શન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેટાબોલીક ન્યુટ્રીશન દ્વારા મોરબીમાં સંસ્કાર ઈમેજીંગ સેન્ટર, જીઆઇડીસી, શનાળા રોડ ખાતે તા.૧૧ જૂન રવિવારના રોજ સાંજે 4:30 થી 6:00 દરમિયાન આહાર વડે બહેનોને સ્વસ્થતા અપાવવાના હેતુથી ન્યુટ્રીશન માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત ડીએટીશ્યન ડો. પૂજા કગથરા માર્ગદર્શન આપવાના છે. 13 વર્ષથી લઈ 50 વર્ષ સુધીના બહેનો કેમ્પમાં ભાગ લઈ શકે છે. આ કેમ્પ તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઓબેસીટી એન્ડ વેઇટલોસ, હેલ્ધી પ્રેગ્નન્સી, પીસીઓડી, હોર્મોનલ ચેન્જ, ટીનએજ પ્રોબ્લેમ, મેનોપોઝ સહિતની સમસ્યાઓ આહાર વડે કેમ દૂર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે.

રાજકોટના નક્ષત્ર – ૮, ઓફિસ નંબર – 518, સનસીટી એપાર્ટમેન્ટ સામે, સાધુ વાસવાણી રોડ ઉપર મેટાબોલીક ન્યુટ્રીશન કાર્યરત છે, જે ક્રંચીબાર નામની બ્રાન્ડથી પ્રોટીન બાર બનાવે છે. આ પ્રોટીન બાર વેઇટ મેનેજમેન્ટ, મિલ રિપ્લેસમેન્ટ અને ઓબેસિટીમાં ઉપયોગી થાય છે.

તારીખ – ૧૧ જૂન રવિવાર,
સમય – સાંજે 4:30 થી 6:30,
સ્થળ – સંસ્કાર ઇમેજિંગ સેન્ટર,
જીઆઇડીસી, શનાળા રોડ, મોરબી
અમિત દેત્રોજા
મોબાઈલ નંબર – 9499555999