મોરબીમાં દરજી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરાશે

- text


મોરબી : મોરબી મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિના ટ્રસ્ટ દ્વારા દરજી સમાજના સન ૨૦૨૩-૨૦૨૪માં ધોરણ ૧ થી ૧૨ તેમજ કોલેજ અને અન્ય ડિગ્રી કોર્ષમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે તા. ૧૧ જૂનને રવિવારે સવારે ૯ થી ૧ કલાકે તેમજ બપોરના ૩ થી ૬:૩૦ વાગ્યા સુધી દરજી જ્ઞાતિની વાડી, લખધીર વાસ ચોક ખાતે વિનામુલ્યે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દરજી સમાજ આયોજિત ચોપડા વિતરણમાં વિદ્યાર્થીઓએ ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પાસ થયેલા હોય તેમને માર્ક શીટની ઓરિજનલ તેમજ તેની ઝેરોક્ષ કોપી ફરજિયાત સાથે લાવવાની રહેશે અન્યથા ચોપડા આપવામાં આવશે નહીં. આ ચોપડા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઇ પરમાર- 9327550150 તેમજ દીપકભાઈ રાઠોડ-9825411882 સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. દરજી સમાજના વિદ્યાર્થીઓએ આ કાર્યનો લાભ લેવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

- text