મોરબીમાં જીએસટી વિભાગના દરોડા, ત્રણ જેટલી ફેકટરીઓમાં તપાસ

- text


ફેકટરીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હિસાબી સાહિત્યની ચકાસણી 

મોરબી : મોરબીમાં આજે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાની માહિતી મળી રહી છે. જેમાં ત્રણ જેટલી ફેકટરીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં જીએસટી વિભાગ દ્વારા ફેકટરીઓમાં બેનામી વ્યહવારો અંગે સઘન ચકાસણી કરવામાં આવી છે.

- text

આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે જીએસટીની ટિમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ત્રણ ફેકટરીઓમાં હાલ તપાસ હોવાની માહિતી મળી રહી છે. જેમાં રફાળેશ્વર રોડ ઉપર, લાલપર પાસે અને લખધીરપુર રોડ ઉપર આવેલી ફેકટરીઓમાં જીએસટી ટિમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે કઈ કઈ ફેકટરીમાં દરોડા પડ્યા છે તેના નામ સાથેની કોઈ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ ફેકટરીઓમાં ક્રોસ વેરિફિકેશન માટે આ દરોડા પાડવામાં આવ્યા છે.

- text