હળવદ પોલીસે ૨૦ લાખના દારૂનો નાશ કર્યો

- text


પ્રાંત અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું 

હળવદ : હળવદ પોલીસ મથકમાં છેલ્લા ચાર મહિનામાં ઝડપાયેલ વિવિધ ભારતીય બ્રાન્ડની ૪૮૨૫ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

હળવદ પોલીસ દ્વારા ૧૭/૧૨ થી ૨૧/૩/૨૦૨૩ સુધીમાં હળવદ પંથકમાંથી ઝડપાયેલ ઈંગ્લીશ દારૂની ૪૮૨૫ બોટલોનો આજે પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રૂપિયા ૨૦,૨૧,૬૭૫ના દારૂનો નાશ કરવાની સાથે તેને જમીનમાં ખાડો ગારી મુદ્દામાલને પણ દાટી દીધો હતો.

- text

- text