કુમળી જુવાર ખાવાથી 52 ભેંસોને ઝેરી અસર, પશુ વિભાગે તાકીદે સારવાર આપી

- text


લજાઈ ગમે પશુ ડોકટરોની ટિમ તાકીદે તબેલામાં દોડી જઇ અસરગ્રસ્ત ભેંસોની સારવાર કરીને બચાવી લીધી

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આવેલ તબેલામાં કુમળી જુવાર ખાવાથી 52 ભેંસોને સાઈનાઇડ પોઇઝિંગની અસર થતા દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પશુ ડોકટરોની ટિમ તાકીદે તબેલામાં દોડી જઇ અસરગ્રસ્ત ભેંસોની સારવાર કરીને બચાવી લીધી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ વિજયભાઈ પટેલ અને મનસુખભાઇ કાસુન્દ્રાના તબેલામાં કુમળી જુવાર ખાવાથી 52 ભેંસોને સાઈનાઇડ પોઇઝિંગની ગંભીર અસર થતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પશુ ડોક્ટર વિજય ભોરણીયા, ડો. વીમલ વસીયાણી તેમજ 1962ની પશુ મોબાઈલની ટિમ ઘટનાસ્થળે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આ અસરગ્રસ્ત ભેંસોની સારવાર કરીને બચાવી લીધી હતી. જેથી મોટી દુર્ઘટના ટળતા પશુપાલકોએ રાહતનો દમ લીધો છે.

- text