ધુનડા (સ.) ગામને મહાનગરપાલિકામાં ભેળવવા અંગે ગ્રામજનોનો સામૂહિક વિરોધ 

- text


ગ્રામજનોએ ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી: મોરબીના ધુનડા (સ.) ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ગ્રામજનોએ આ નિર્ણય સામે સામૂહિક વિરોધ નોંધાવ્યો છે.

ગત તારીખ 5 જુને ધુનડા (સ.) ગામની ગ્રામ સભા મળી હતી. જેમાં ગ્રામજનોએ ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં ભેળવવા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને આ નિર્ણય પરત ખેંચવા સર્વાનોમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા કલેકટરને ગ્રામસભાનો ઠરાવ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

- text