મોરબીનો બાઘો મેગેજીન વાળી પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપાયો

- text


એલસીબી પોલીસે ટીંબડી ગામના પાટીયા નજીકથી દબોચ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે ટીંબડી ગામના પાટીયા નજીકથી મોરબી સો ઓરડીમાં રહેતા બાઘા નામના શખ્સને દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ટીંબડી ગામના પાટીયા નજીકથી બાતમીને આધારે ભાવેશ ઉર્ફે બાઘો રમેશભાઈ આતરેસિયા ઉ.29 રહે.સો ઓરડી વાળાને દેશી હાથ બનાવટની મેગજીન વાળી પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર તેમજ એક કારતુસ કિંમત રૂપિયા 100 મળી કુલ રૂપિયા 10,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text