મોરબીની પાણી પુરવઠા કચેરીમાં ભરતી કૌભાંડ થયાનો બિલ્ડરનો ધડાકો

- text


કોઈ પણ પ્રક્રિયા વગર બે કર્મચારીઓના નામના સીધા ભરતીના ઓર્ડર નીકળી ગયા, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા એક રોજમદારે પોતે કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત આપી દીધી, કોઈ કાર્યવાહી નહીં

 

મોરબી : મોરબીની પાણી પુરવઠા કચેરીમાં ભરતી કૌભાંડ થયો હોવાનું રાજકોટના બિલ્ડર વિજયસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે. કોઈ પણ પ્રક્રિયા વગર બે કર્મચારીઓના નામના સીધા ભરતીના ઓર્ડર નીકળી ગયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

રાજકોટના બિલ્ડર વિજયસિંહ ઝાલાના જણાવ્યા મુજબ મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના ભરતીના કૌભાંડનો તેઓએ પર્દાફાશ કર્યો છે. મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતી થઈ છે .2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી હતી. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે 14 જૂન 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી હતી. જ્યારે 22 જુલાઈ 2021ના રોજ જયદીપ પોપટની ભરતી કરવામાં આવી હતી.

વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે તેઓને એક નનામી ચિઠી મળી હતી. જેને પગલે તેઓએ આરટીઇ કરતા આ સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું. જો કે આ કૌભાંડ ખુલ્લું પડતા જ વિષ્ણુ પ્રસાદ દેરાસરી નામના એક રોજમદાર કર્મચારીએ કબૂલાત પણ આપી હતી કે તેને આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું હતું. જોકે એક નાનો કર્મચારી આ પ્રકારનું કૌભાંડ આચરી શકે તેવી વાતમાં તથ્ય ન હોવાનું વિજયસિંહ ઝાલા જણાવી રહ્યા છે.

- text

આ મામલે વિજયસિંહ ઝાલા જણાવે છે કે પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ નામના આ બે કર્મચારીની કોઈ પણ સરકારી પ્રક્રિયા વગર જ ભરતી કરી દેવામાં આવી હતી. કૌભાંડ ખુલ્યા બાદ એક કર્મચારીએ સામે આવીને પોતે માથે ઓઢી લેવું પણ કોઈ મોટા માથાની સંડોવણી હોવાનું દર્શાવે છે. મોરબીના પાણી પુરવઠાના અધિકારી વંકાણીએ જણાવ્યું કે આ અંગે રિપોર્ટ વડી કચેરીએ કર્યો હતો. આગળની કાર્યવાહી ચાલુ છે.

- text