મોરબીના પીલુડી ગામના પાદરમા દારૂની 23 બોટલ સાથે આધેડ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામના પાદરમાંથી મોરબી તાલુકા પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની 23 બોટલ લઈને નીકળેલા આધેડને ઝડપી લઈ બાઈક અને દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીલુડી વાઘપર ગામના પાદરમાંથી તાલુકા પોલીસે તખુભા પથુભા ઝાલા નામના આધેડને બાઈક ઉપર વિદેશી દારૂની 23 બોટલ કિંમત રૂપિયા 8625નો જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 30 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 38,625નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text