ટંકારા તાલુકામાં મનરેગા યોજના કામદારો માટે ઠંડી છાસનું વિતરણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા ખાનપર તથા નેસડા ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામા આવી રહી છે. જેમા ટંકારા તાલુકા પંચાયતના અધિકારી હર્ષવર્ધન જાડેજા, કર્મચારી રફિક કડીવાર, મહેશ સારેસા સહિતના કાર્યરત હોય એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો દ્વારા આ કાળઝાળ ગરમીમાં શીતળતા મળે અને ડિહાઇડ્રેશનથી બચાવ થાય એ માટે મનરેગાના કામના સ્થળે પહોંચી ઠંડી છાસ વિતરણ કરી હતી. ઉપરાંત બીસીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

- text

- text