મોરબીના નાની વાવડી ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયું

- text


તમામ સુવિધાઓની દ્રષ્ટિએ નંબર વન હોવાથી સરકારે નાની વાવડી ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરી 5 લાખની ગ્રાન્ટ ફાળવી

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ સ્માર્ટ વિલેજમાં મોરબીના નાની વાવડી ગામનો પણ સમાવેશ થયો છે. સરકારે તમામ સુવિધાઓની દ્રષ્ટિએ નંબર વન હોવાથી સરકારે નાની વાવડી ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરી 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

મોરબીના ડીડીઓએ જણાવ્યું હતું કે, મોરબીના નાની વાવડી ગામને સરકારે સ્માર્ટ વિલેજ જાહેર કરી 5 લાખની ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે. સરકારે આજે જાહેર કર્યું છે. સરકારની સ્માર્ટ વિલેજ જાહેર કરવાની યોજનામાં અલગ અલગ ક્રાઇટ એરિયા રાખવામાં આવ્યા છે. 90 ટકા ઉપર કાઇટ એરિયો આવે એટલે ગામમાં તમામ સુવિધાઓ હોય અને શહેરમાં કોઈ સુવિધાઓ માટે ધક્કો ન ખાવો પડે તેમજ સ્વચ્છતા સહિતની બાબતમાં નંબર વન હોય એને સ્માર્ટ વિલેજ જાહેર કરાઈ છે.જેમાં નાની વાવડી ગામ તમામ સુવિધાઓની દ્રષ્ટિએ આગળ હોય અને સ્વચ્છતા સહિતના રેકિંગ ચકાસી સ્માર્ટ વિલેજ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત થઈ અને આ ગામને 90 પલ્સ રેકિંગ મળતા સ્માર્ટ વિલેજ જાહેર કરાયું છે.

- text

જ્યારે નાની વાવડી ગામના સરપંચ ગોદાવરીબેન અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં તમામ સુવિધાઓ છે. શહેર જેવી સુવિધા છે. એકપણ સુવિધાઓ એવી નથી જે ગામને મળતી ન હતી. જેમાં 100 ટકા ગટર, પાણી, સફાઈ, કચરાનું યોગ્ય કલેક્શન, લાઈટ, સહિતની તમામ સુવિધાઓ ગામને મળે છે અને 2022માં સ્માર્ટ વિલેજ માટે નિરીક્ષણ કરવા આવેલા અધિકારીઓ પણ ગામની શહેર જેવી સુવિધાઓ જોઈને પ્રભાવિત થયા હતા. ત્યારે ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ તેમજ લોકોનો અભિપ્રાય લીધો હતો. બાદમાં આજે સ્માર્ટ વિલેજ જાહેર થયું છે.

ગામના અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અમારું ગામ શહેરની હરોળમાં આવે તેવી સુવિધાઓ છે. અન્ય ગામોમાં ન હોય તેવી બધી જ સુવિધાઓ છે. પ્રાંથમીક સુવિધાઓ ઉપરાંત ગ્રામજનોને અહીંથી જ આધારકાર્ડ અને રેશનકાર્ડ સહિતની કામગીરી કરવામાં આવે છે. તેથી લોકોને આવા દાખલ કાઢવવા માટે મોરબી સુધી ધક્કો ખાવો પડતો નથી. બીજા ગામા આવી સુવિધાઓ નથી. દરેક પ્રકારની સુવિધાઓ નંબર વન હોવાથી આ ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયું છે.

- text