મિતાણા નજીક ફેકટરી દ્વારા ફેલાતા પ્રદૂષણથી પાકને નુકસાન થતું હોવાની રાવ

- text


ટંકારા : ટંકારાના મિતાણા ગામે ફેકટરીમાંથી ઊડતી ધૂળ અને કાર્બનની રજના કારણે પાકને નુકસાન થતું હોવાની જિલ્લા કલેકટર તેમજ મામલતદાર સમક્ષ રાવ કરવામાં આવી છે.

નારણભાઈ મોહનભાઇ દેવડા, ગોરધનભાઈ તરસીભાઈ દેવડાએ રજુઆતમાં જણાવ્યું હતું કે એમકેસી કંપની દ્વારા છેલ્લા 6 વર્ષથી મિતાણા પાસે મિક્સિંગ પ્લાન્ટ ચલાવવામાં આવતો હોય, જેના કારણે ધૂળ અને કાર્બનની રજ ઊડતી હોવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે. આ મામલે ગ્રામ પંચાયતે પણ કલેકટરને પત્ર લખી આ બાબતે તપાસ કરાવી ફેકટરી ઉપર કાર્યવાહી કરવા અને ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી છે.

- text

- text