આંખની એ ટુ ઝેડ સારવાર હવે ઘર આંગણે : માહેશ્વરી હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ

આંખના નંબર, ટાંકા વગરના મોતિયાના ઓપરેશન, ઝામર, પડદાની નુકસાની, ત્રાસી આંખ સહિતની અનેક સારવાર ઉપલબ્ધ : 24× 7 હોસ્પિટલ કાર્યરત

10 હજારથી વધુ મોતિયાની સર્જરી કરનાર નિષ્ણાંત ડો. ચિંતન માહેશ્વરીની સેવા : આંખની અદ્યતન ટેકનોલોજી સાથેની સારવાર મેળવવા હવે દૂર જવાની જરૂર નહીં રહે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આંખની એ ટુ ઝેડ અદ્યતન સારવાર હવે ઘર આંગણે જ ઉપલબ્ધ બનશે. કારણકે માહેશ્વરી આંખની હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ બની મોરબીવાસીઓની સેવા માટે કાર્યરત છે. અહીં આંખને લગતી તમામ પ્રકારની સારવાર તેમજ ઓપરેશન કરી આપવામાં આવે છે.

મોરબીમાં 9 – સાવસર પ્લોટ ખાતે છેલ્લા 5 વર્ષથી માહેશ્વરી આંખની હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો. ચિંતન માહેશ્વરી- M.S (Ophthal) , F.I.G.O. સેવા આપે છે. ચિંતન માહેશ્વરી દ્વારા અત્યાર સુધીમાં 10 હજાર ઓપરેશન કર્યા છે. તેઓએ ઝામરમાં ફેલોશીપ કરી હોવાથી તેમાં પણ નિષ્ણાંત છે. હાલની લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી અહીં આંખની નાની સારવારથી લઈને મોટા જટીલ ઓપરેશન સુધીની તમામ સેવા મળે છે.

માહેશ્વરી આંખની હોસ્પિટલમાં આંખની સંપુર્ણ તપાસ સાથે આંખના નંબરની આધુનિક મશીનથી તપાસ, ટાંકા વગર મોતીયાના ઓપરેશન તથા ફોલ્ડેબલ નેત્રમણીની સુવિધા, મોતીયાના ઓપરેશન બાદ છારી સાફ કરવાની સુવિધા, ઝામરનું નિદાન, સારવાર તથા ઓપરેશનની સુવિધા, ડાયાબીટીસ / બી.પી.ને લીધે થતા પડદાની નુકસાની અટકાવા માટેના ઉપાય તથા નિદાન, વેલનું ટાંકા વગર ઓપરેશનની સુવિધા, આંજણી / પરવાળા ત્રાસી આંખની સારવાર, એકસીડન્ટથી થતી ઇજાની સારવાર, કોન્ટેકટ લેન્સ કલીનીક અને ર૪ કલાક ઇમરજન્સી સારવાર સહિતની સુવિધા છે. તો આંખની સારવાર માટે દૂર જતા પહેલા હોસ્પિટલમાં એક વખત નિદાન જરૂર કરાવવું.

માહેશ્વરી આંખની હોસ્પિટલ

સમય : સવારે 9થી 1, સાંજે 4થી 7:30

9, સાવસર પ્લોટ, મોરબી

વો.નં.7359222490

ફો.નં.02822 222490