વાંકાનેરમાં ચા – પાનની કેબિને વેચાતો હતો ગાંજો

- text


પોલીસ સ્ટેશનથી 800 મીટર દૂર જ નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડ તેમજ સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપી લઈ 200 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમને વાંકાનેર યાર્ડના ગેઇટ સામે જુના વાંકાનેર સીટી પોલીસ મથકના બિલ્ડીંગની દીવાલની અડોઅડ આવેલી ચા, પાન અને બીડીની કેબિનમા નશીલા પદાર્થનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા આરોપી નૂરમામદ હાજીભાઈ મકવાણા રહે. લક્ષ્મીપરા નામનો શખ્સ 200 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 2000 તેમજ મોબાઈલ ફોન એક રૂપિયા 500, રોકડા રૂપિયા 150, નાનો ડિજિટલ કાંટો રૂપિયા 500 તેમજ સફેદ કાગળ સહિત કુલ રૂપિયા 3150ના મુદામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text