રવાપર ગ્રામપંચાયતનો ટ્રેકટર ડ્રાઇવર મોરબી પાલિકાનો ભંગાર ચોરી ગયો

- text


રફાળેશ્વર નજીક ડંપિંગ સાઇટ ઉપરથી દોઢ ટન લોખંડનો ભંગાર ચોરી જવા મામલે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલી મોરબી નગર પાલિકાની ડંપિંગ સાઇટ ઉપરથી રવાપર ગ્રામપંચાયતનો ટ્રેકટર ડ્રાઇવર દોઢ ટન લોખંડનો ભંગાર ચોરી જતા પાલિકાના હેડ ક્લાર્ક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના હેડ ક્લાર્ક કનૈયાલાલ જાદવજીભાઇ કાલરીયાએ રવાપર ગ્રામપંચાયતના ટ્રેકટર ડ્રાઇવર મનુભાઈ મોટલા વાસુનિયા નામના શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, હાલમાં રફાળેશ્વર ડંપિંગ સાઇટ ઉપરથી પંચાસર રોડ ઉપર ખાલી થયેલ નંદીઘરની જગ્યામાં પાલિકાના જુના ભંગારને ફેરવવામાં આવી રહેલ હોવાથી કામગીરી ચાલુ હતી ત્યારે આરોપી મનુભાઈ વસુનિયા નાની મોટી લોખંડની ચેનલ, કેચી, પાઇપ સહિત રૂપિયા 52 હજારની કિંમતનો દોઢ ટન ભંગાર ચોરી કરી લઈ ગયો હતો.

- text

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મોરબી પાલિકાના હેડ ક્લાર્ક કનૈયાલાલની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તાત્કાલિક રવાપર ગ્રામપંચાયતના ટ્રેકટર ડ્રાઇવર મનુભાઈ વસુનિયાને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text