મોરબીના વાળંદ સમાજની દીકરીઓ માટે વિનામૂલ્યે બ્યુટીપાર્લરનો કોર્ષ શીખવાશે

- text


મોરબી : મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાળંદ સમાજમાં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણાદાયક પગલું લેવામાં આવ્યું છે. જેમાં સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકીના સ્મરણાર્થે ધ ઈંડિયન સલૂન દ્વારા વાળંદ સમાજની દીકરીઓ માટે વિનામુલ્યે બ્યુટીપાર્લરનો કોર્ષ કરાવવામાં આવશે. જે કોર્ષનો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે. મોરબી જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારની વાળંદ સમાજની જે દીકરીઓએ આ ફ્રી બ્યુટીપાર્લરનો કોર્ષ કરવો હોય તેમણે પોતાનું નામ તા. ૨૯ મે થી ૫ જૂન સુધી ધ ઈંડિયન સલૂન, ગીતા કોમ્પલેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ ખાતે તેમજ સંપર્ક નંબર 9879999923 પર નોંધાવવાનું રહેશે. આ સાથે જે દીકરીઓને કોર્ષનો લાભ લેવાનો હોય તેમણે પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.

- text

- text