મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેલર હડફેટે લેતા બાઈકમાં બેઠેલ મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આરજે – 52 – GB – 0031 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે બાઈક નંબર જીજે – 03 – DF – 7115 વાળું લઈને જઈ રહેલા ભીલસિંગ ભવાનસિંહ વસુનિયા રહે. હાલ નાગડાવાસ નામના ખેતમજૂરી કરતા શ્રમિકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા બુધીબેન ને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેલર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text