આગામી તા.1જૂને આમરણ ખાતે હજરત દાવલશાહ પીરનો ઉર્ષ મહોત્સવ

- text


મોરબી : હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો ૫૩૦મો ઉર્ષ મુબારક આગામી તા. ૧ જૂન ને ગુરુવારે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. ૧૧ના ઈસ્લામી જીલ્કાદ ધામધુમથી ઉજવવામાં આવશે.

દર વર્ષે હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહના ઉર્ષમાં લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ઉમટી પડે છે ત્યારે આગામી તા. ૧ જૂનના રાત્રે ૧૦ વાગ્યે દરગાહ શરીફના દ્વાર સંદલક્રિયા માટે બંધ કરવામાં આવશે અને ૧૨ વાગ્યે દરવાજા આમ જનતા માટે ખુલ્લા મુકવવામાં આવશે. ત્યારપછી પહેલી ચાદર સૈયદ જાકીર હુસેનના હાથે રાજકીય આગેવાનોની હાજરીમાં ચડાવવામાં આવશે.

- text

જસદણવાળા અને જામનગરવાળા એરન્ડીયા પરિવાર તરફથી ન્યાય(પ્રસાદી) પણ યોજાશે. દાવલશાહ પીર દરગાહનો ગામ કે બહારગામ ફંડ ફાળો કરવામાં આવતો નથી તેમજ આ સૂફીસંત ઓલીયાએ દાવલશાહ પીરે પાંચા બાપા ભરવાડને આંખે દેખતા ન હતા તેમને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે. આ ધાર્મિક કાર્યક્રમનો હિન્દુ-મુસ્લિમ જનતાને લાભ લેવા હજરત દાવલશાહ પીર દરગાહ ટ્રસ્ટ તથા સબીરમીયા બાવામીયાબાપુંએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text