સાવધાન ! કોરોના કરતા પણ ખતરનાક મહામારી આવશે : WHOની ચેતવણી

- text


ડબ્લ્યુએચઓ કોરોના કરતા પણ ઘાતક એવી નવ બીમારીઓને ઓળખી કાઢી હોવાનો વાર્ષિક કોન્ફરન્સમાં કર્યો ઉલ્લેખ

મોરબી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે, WHOના વડા ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે. ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, WHO ચીફે કહ્યું કે, આવનારા સમયમાં આ ઘાતક વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. જો કે, WHOએ કોવિડ-19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી ન હોવાનું પણ જાહેર કર્યું હતું.

જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ WHOના વડાએ જિનીવામાં યોજાયેલ વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે, આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સની બેઠકમાં WHOએ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી હોવાનું જણાવ્યું હતું.ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા ઘાતક હોઈ શકે છે અને તે વધુ ઘાતક સાબિત થશે. તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ.

- text

WHOએ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે. ડેઇલી મેલે અહેવાલ આપ્યો છે કે, તેમની સારવારની અછત અથવા રોગચાળો ફેલાવવાની તેમની સંભાવનાને કારણે તેઓ સૌથી જોખમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે વિશ્વ કોવિડ -19 રોગચાળાના આગમન માટે તૈયાર નહોતું, જે એક સદીમાં સૌથી ગંભીર આરોગ્ય સંકટ તરીકે ઉભરી આવ્યું હતું.તેમણે કહ્યું કે, જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને અત્યારે નહીં તો ક્યારે? આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

- text