અવની ચોકડીએ ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા સીએમને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલી અવની ચોકડી પાસે ભરાતા વરસાદના પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરવા બાબતે મોરબીના અગ્રણી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરના અવની ચોકડી પાસે છેલ્લા પાંચેક વરસથી વરસાદી પાણી ભરાય છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ સ્થળે રવાપર વિસ્તારનું પાણી મોટાપ્રમાણમાં આવી રહ્યું છે. જેના કારણે 3 ફૂટ જેટલા પાણી ભરાય જાય છે. જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે.

- text

આ અંગે સ્થાનિક તંત્રને અગાઉ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ લાવવામાં આવે. જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- text