યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની દીકરી મનસ્વીના જન્મદિવસની સેવામય ઉજવણી

- text


ગ્રુપની પરંપરા મુજબ આપવાના આનંદ હેઠળ ગરીબ બાળકોને સ્વાસ્થ્ય કીટ આપી પુરી-શાક સાથેનું ભાવતું ભોજન કરવાયું 

મોરબી : મોરબીમાં અનોખી રીતે સેવા કાર્યો કરવા માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારીની લાડકવાયી દીકરી મનસ્વીનો આજે જન્મદિવસ હતો.આ સાથે દેવેનભાઈની લગ્નની વર્ષગાંઠ પણ હોય, એક જ દીવસે આ બે પ્રસંગોની બેવડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને સ્વાસ્થ્ય કીટ સાથે રસ પુરી સાથેનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની દીકરી મનસ્વીના જન્મદિવસ અને તેઓની લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આજે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોની જીવનશૈલીમાં સુધારો થાય અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સાબુ, તેલ, હેન્ડ વોશ, કાન સાફ કરવાની સ્ટીક, રૂમાલ, નખ કાપવાનુ કટર સહિતની વસ્તુઓ સાથેની સ્વાસ્થ્ય સંબંધી ચીજ વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. આ સાથે તમામ બાળકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવાયુ હતું.

આ વેળાએ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે તેઓએ આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળ દેવતાઓને પાસેથી દીકરી મનસ્વી માટે આશીર્વાદ મેળવ્યા છે. આવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે મેળવે તેવી અપીલ છે.

- text

- text