મોરબી : જરૂરિયાતમંદ દર્દીના સારવારનો ખર્ચ ઉઠાવતા અજય લોરીયા

- text


મોરબી: મોરબીના જાણીતા યુવા સમાજસેવી અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ જરૂરિયાતમંદ પરિવારના દર્દીના સારવારનો ખર્ચ ઉઠાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા આર્થિક પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે જતા રહ્યા હતા. ત્યારે સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાને જાણ થતા ઘરે જઈને એમના પરિવારને 51,000નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડવાની વાત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text