ટંકારાના મહેસુલી કાગળ પુરા પાડી રૂ. ૧.૧૧ લાખની રોકડી કરનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી

- text


 

શખ્સે ખેડૂતને જમીનના પંચરોજ કામના સરકારી કાગળ આપવાના પૈસા ઉઘરાવ્યાં : ઇન્ચાર્જ મામલતદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને જમીનના પંચરોજ કામના સરકારી કાગળ આપવાના બદલામાં રૂ. ૧.૧૧ લાખ લેનાર શખ્સ વિરુદ્ધ ઇન્ચાર્જ મામલતદારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર જબલપુર ગામે 423 ખાતાની સર્વે નંબર 119/11/9/2 ની છ વીઘા જમીન પ્રવિણભાઈ ભીમજીભાઈ પરમારને વેચવી હતી. તે હેતુ માટે કબજા સોપણીના પંચરોજકામની જરૂર હોય ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહેશ ગોપાણી એ સંપર્ક કરી આ કાગળ એક લાખ અગિયાર હજારમાં ઉપલબ્ધ કરાવી આપવાનું કહી રકમ લીધી હતી. જેની ઓડિયો તથા વીડિયો કલીપ વાયરલ થતા આજે ટંકારા ઇન્ચાર્જ મામલતદાર કે.ડી. બુશાએ ટંકારા પોલીસ મથકે સરકારી રેકોર્ડ દસ્તાવેજનો અંગત આર્થિક લાભ અર્થે ઉપયોગ કરવા અને ઠગાઈ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આઈ.પી.સી.કલમ 406/420 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text