રાજકોટની સંસ્થાએ 10 મનોદિવ્યાંગ બાળકોને કરાવ્યો હરિદ્વાર -ઋષિકેશનો પ્રવાસ

- text


મોરબી : રાજકોટનું પુરુષાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે માનસિક વિકલાંગ બાળકોનો આશરો બન્યું છે. તેને 10 મનોદિવ્યાંગ બાળકોને હરિદ્વાર અને ઋષિકેશનો પ્રવાસ કરાવ્યો હતો.

મનોદિવ્યાંગ બાળકો માટે સંસ્થા દ્વારા ૠષિકેશ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. 7 દિવસ પ્રવાસ દરમ્યાન પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. દિલ્લી મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટ, ઇન્ડીયા ગેઇટ, લાલ કિલ્લો, હરિદ્વાર, ગંગા આરતી, ઋષિકેશ, મશૂરી, દહેરાદૂન અને અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ આ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા.

આ બાળકોએ પહેલી વખત પ્લેન તથા ટ્રેનની મુસાફરીનો અનુભવ કર્યો હતો,બાળકો ખૂબ ખુશ થયા અને ભરપુર પ્રવાસનો આનંદ માણ્યો તેમજ બાળકોના પ્રવાસ માટે સમાજના મોભી દ્વારા મદદ મળી હતી. પ્રવાસનું આયોજન સરલાબેન શશીકાંત ત્રિવેદી (મો.નં 9904525625)તથા સંચાલન દિવ્યબેન ત્રિવેદીએ કર્યું હતું મદદ માટે હિરેનભાઈ, પ્રશાંતભાઈ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text