મોરબીમા કાલે લાયન્સ કલબ નઝરબાગ દ્વારા મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આવતીકાલે તા. ૨૧ મે ને રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ, જી. આઈ. ડી. સી. રોડ, નવા બસ સ્ટેન્ડ પછી, શનાળા રોડ ખાતે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાયન્સ કલબ નઝરબાગ આયોજિત આ કેમ્પમાં ડો. જયેન્દ્ર રાજપૂત દ્વારા નિ:શુલ્ક હાડકાની ઘનતા (કેલ્શિયમ) ઓટોમેટિક Bone Mineral Density મશીન દ્વારા માપી આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓને ડાયાબીટીસની તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવશે. કાનની રસી, હાડકાનો સડો તથા બહેરાશ વાળા દર્દીઓને વિનામુલ્યે ઓડીયોગ્રામ કરી આપવામાં આવશે. તથા ૫૦%ના દરે કાનની બહેરાશ માટે સાંભળવાના મશીનનો આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દીઓને શક્ય તેટલી બધી દવાઓ મફત આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દીઓ વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે.

- text

આ કેમ્પનો મોરબી તેમજ આસપાસની જનતાને લાભ લેવા પ્રમુખ એડ. લા. રાજેશ સરડવા, સેક્રેટરી લા. વિરેન્દ્ર પાટડીયા, પ્રોજેક્ટ ચેરમેન લા. તુષાર દફતરી,લા.સમીર ગાંધી, લા. રવિન્દ્ર ભટ્ટ, લા. ડો. પ્રેયસ પંડ્યાએ જણાવ્યું છે.

- text