મોરબી જુના બસસ્ટેન્ડ પાસેથી વરલી ભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડના ઝાપા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા આરોપી ઓસમાણભાઈ મામદભાઈ વાઘેરને ઝડપી લઈ રોકડા રૂપિયા 1700 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000 મળી 2700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના હાથે પકડાયેલ આરોપી વરલી મટકાની કપાત આરોપી જાવેદ નેકમામદભાઈ ભટ્ટી પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે જાવેદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text