શોપિંગનું કાઉન્ટ ડાઉન શરૂ : મોરપીંછ એક્ઝિબિશનનો કાલે શુક્રવારથી ધમાકેદાર શુભારંભ

- text


માત્ર એક્ઝિબિશનના નંબર સ્કેન કરો અને મેળવો ફેશિયલ, હેર કલર, હેર વોશ, બ્લીચ, સાયનર, આઈબ્રો, ફોર હેડ, અપર લીપ ફ્રી

ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર તેમજ બાળકો માટેની પ્રોડકટ સુધીની તમામ આઇટમોના 55 જેટલા સ્ટોલ : સેલ માત્ર બે દિવસ જ ચાલશે

મોરબી : મોરબીના બહેનો માટે શોપિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મોરબી અપડેટ દ્વારા આવતીકાલે શુક્રવારથી મોરપીંછ એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જેમાં આ વખતે 55 જેટલા સ્ટોલ હશે. આ સાથે બીજા પણ અનેક આકર્ષણો હશે.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આગામી તા.19 અને 20 મેના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્ઝિબિશન સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. અહીં બન્ને હોલમાં એક્ઝિબિશન યોજવામાં આવનાર છે. સામાકાંઠા, મહેન્દ્રનગર અને ઘુટુ વિસ્તારના બહેનોને આવવા જવામાં સરળતા રહેશે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, કોસ્મેટિક ગૃહ ઉદ્યોગ, અથાણા, ફૂટવેર, જવેલરી, ચિલ્ડ્રનવેર, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 55 જેટલા સ્ટોલ હશે.

- text

અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. ઉપરાંત અહીં એક્ઝિબિશન સ્થળે નંબર અપાયેલો હશે જેને સ્કેન કરનાર બહેનોને ફેશિયલ, હેર કલર, હેર વોશ, બ્લીચ, સાયનર, આઈબ્રો, ફોર હેડ, અપર લીપ ફ્રી કરી આપવામાં આવશે.

વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.

સ્થળ : રામધન આશ્રમ મહેન્દ્રનગર ચોકડી પાસે,સામાકાંઠે, મોરબી

- text