કચ્છ લોકસભાના કોંગ્રેસના પ્રભારી કાલે શુક્રવારે મોરબીના આગેવાનોને આપશે તાલીમ 

- text


મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરો માટે આવતીકાલે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભા ચુંટણી અંગેનો ટ્રેનીંગ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈધ્ય માર્ગદર્શન પૂરું પાડવાના છે.

- text

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કાર્યક્ર્મ હેઠળ આગામી ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારીના ભાગ રૂપે કચ્છ લોકસભાના પ્રભારી દિપક વૈધ્ય, મોરબી જિલ્લાની મુલાકાતે તા.૧૯ના રોજ આવી રહ્યા છે. તેઓ સવારે ૧૦:૩૦ કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જી.આઈ.ડી.સી. સામે, શનાળા રોડ, ખાતે લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન અને ટ્રેનીંગ આપશે. આ તકે જિલ્લા,તાલુકા, શહેર કોંગ્રેસના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો,દરેક ફ્રન્ટલ કે સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

- text