મોરબીના પ્રવેશદ્વારની લોખંડની એન્ગલ બેન્ડ વળી ગઈ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે શહેરના પ્રવેશદ્વાર ઉપર સીસીટીવી કેમેરા માટે અને ભારે વાહનની પ્રવેશબંધી માટે લોખંડની એન્ગલ મુકવામાં આવી હતી પરંતુ કોઈ ભારે વાહનો ગેરકાયદે શહેરમાં ઘૂસવાની કોશિશ કરતા આ મજબૂત લોખંડની એન્ગલ બેન્ડ વળી ગઈ છે એને આ લોખંડની એન્ગલ એકબાજુ નમી ગઈ હોય ગમે ત્યારે ભારે પવન કે અન્ય કોઈ વાહનની ઠોકરે પડી જવાની ભીતિ સર્જાઈ છે. આ શહેરનો પ્રવેશદ્વાર હોય મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય ત્યારે જોખમી હલતમાં લટકતી લોખંડની એંગલથી અકસ્માત સર્જવાની ભીતિ રહેલી છે. આથી સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text